
તણાવ એક માનસિક સ્થિતિ છે જે દબાણ અને ચિંતાને કારણે થાય છે. લોકો એવી વાતો વિશે વિચારે છે જે તેમના જીવનમાં બરાબર ચાલતી નથી અથવા તો જે કામ ભવિષ્યમાં યોગ્ય રીતે નહીં થઈ શકે આવા વિચારોને કારણે તણાવ વધે છે. એવા કેટલાક કામ છે જેને કરવાથી આપણે પોતે જ તણાવ પેદા કરીએ છીએ. આ વસ્તુઓ આપણા જીવનનો ભાગ હોય છે. તો જાણો રોજના કયા કામ તણાવ પેદા કરે છે.
- નિરાશ લોકો હમેશાં પરિસ્થિતિના નકારાત્મક પાસા પર ધ્યાન આપે છે. જ્યારે આપણે માત્ર નકારાત્મ વસ્તુઓ વિશે વિચારીએ છીએ ત્યારે તણાવ વધવાનો શરૂ થઈ જાય છે. આ પ્રકારની સોચથી મનને વિશ્વાસ થઈ જાય છે કે કોઈ રસ્તો બચ્યો નથી. જેના કારણે મગજ તણાવને સ્વીકારી લે છે.
- હદથી વધારે વિચારવાથી નાની બાબતો અને સમસ્યાઓ પણ મોટી લાગે છે. કેટલાક લોકોની આદત હોય છે કે નાની બાબતોમાં પણ હદથી વધારે વિચારો કર્યા કરે છે. જેના કારણે તણાવ પેદા થવા લાગે છે.
- તમે તમારી જાત સાથે કઈ વાતો કરો છો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના સમયે પોતાની જાત સાથે નકારાત્મક વાતો કરવાને કારણે તણાવ પેદા થાય છે.
- જીવનમાં આપણે ઘણીવાર કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. આ પરિસ્થિતિઓ ઘણીવાર તણાવ પેદા કરે છે. જ્યારે તમારી સામે આવી સ્થિતિ આવે તો તેને સમજવી અને તેનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. જેટલું તમે તેનાથી ભાગશો એટલું જ એ તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.