તાજી ખબરોલાઈફસ્ટાઈલ

પોષક તત્વો અને એનર્જીનું પાઉરહાઉસ છે કેળા

  • કેળામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબર ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે.સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો આખા દિવસ માટે બોડીને એનર્જી મળી રહે છે.
  • કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. જેથી રોજ કેળું ખાવાથી મેમરી વધે છે અને મૂડ પણ સારો રહે છે.
  • કેળામાં સારી માત્રામાં પોષક તત્વો મળી રહે છે. કેળામાં એસેન્સિઅલ વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગ્નીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન મળી રહે છે. જે બોડીના પ્રોપર ફંક્શન અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
  • કેળામાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. પોટેશિયમ હાર્ટબીટ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે, આ સાથે તે બીપીને કંટ્રોલમાં રાખે છે અને બ્રેનને એલર્ટ રાખે છે. કેળામાં લો સોલ્ટ કન્ટેન્ટ અને હાઈ પોટેશિયમ કન્ટેન્ટ હોય છે.
  • કેળામાં આયર્નની સારી માત્રા હોય છે. જેથી એનિમિયાના દર્દીઓ માટે પણ કેળા બેસ્ટ ફ્રૂટ છે. તે બોડીમાં રેડ બ્લડ સેલ્સ અને હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. સાથે જ તેને ખાવાથી થાક, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
  • હાઈ ફાયબર ફૂડ્સ હાર્ટ માટે સારાં માનવામાં આવે છે. એક સ્ટડી મુજબ ફાયબર રિચ ફૂડ્સ ખાવાથી હાર્ટ ડિસીઝ અને કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો થાય છે.

ટિપ્સ

  • કેળાને ક્યારેય ફ્રિઝમાં મૂકવા નહીં.
  • અત્યારે કેમિકલથી પકાવેલાં કેળા મળતાં હોય છે જેથી ખાલી પેટ કેળા ખાવા નહીં.
  • કેળા જલ્દી બગડી જાય છે અને તેની પર કાળા ડાઘ પડી જાય છે, જેથી હમેશાં ફ્રેશ કેળા લાવીને જ ખાવા.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 4.88 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *