1 સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો - ન્યુઝ ગુજરાતી
Indiaતાજી ખબરોમનોરંજન

સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આઠ જૂનના રોજ સુશાંત સાથે ઝઘડો થયા બાદથી લઈ 13 જૂન સુધી રિયા ચક્રવર્તી તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાતચીત થઈ હતી. ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં આ દાવો ED પાસેથી મળેલી માહિતીને આધારે કરવામાં આવ્યો છે.

ન્યૂઝ ચેનલ એ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ તમામ ફોન રિયાના નંબરથી મહેશ ભટ્ટને કરવામાં આવ્યા હતા. જોકે, તેમની વચ્ચે શું વાતચીત થઈ તેની માહિતી સામે આવી નથી. આઠ જૂનના રોજ ઝઘડો થયા બાદ રિયા, સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંત કેસમાં આ પહેલાં પણ મહેશ ભટ્ટનું નામ આવી ચૂક્યું છે. ગયા મહિને કંગનાએ મહેશ ભટ્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.

14 જૂનના રોજ સુશાંત પોતાના બાંદ્રા સ્થિત ભાડાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, રિયાને આ સમાચાર મળ્યા બાદ પણ તે ત્યાં આવી નહોતી. આટલું જ નહીં રિયાએ સુશાંતના પરિવાર અને સ્ટાફનો પણ સંપર્ક કર્યો નહોતો. જોકે, બીજા દિવસે એટલે કે 15 જૂનના રોજ રિયા સવારે કૂપર હોસ્પિટલ આવી હતી. અહીંયા સુશાંતનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આઠ જૂનના રોજ સુશાંત સાથે ઝઘડો થયા બાદથી લઈ 13 જૂન સુધી રિયા ચક્રવર્તી તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાતચીત થઈ હતી. ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં આ દાવો ED પાસેથી મળેલી માહિતીને આધારે કરવામાં આવ્યો છે. ન્યૂઝ ચેનલ એ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ તમામ ફોન રિયાના નંબરથી મહેશ ભટ્ટને કરવામાં આવ્યા હતા. જોકે, તેમની વચ્ચે શું વાતચીત થઈ તેની માહિતી સામે આવી નથી. આઠ જૂનના રોજ ઝઘડો થયા બાદ રિયા, સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંત કેસમાં આ પહેલાં પણ મહેશ…

User Rating: 5 ( 2 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com