તાજી ખબરોલાઈફસ્ટાઈલ

કપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ

કોલેજ તેમજ ઓફિસ જનારા લોકોના કપડા પર શાહીના નિશાન લાગવા સામાન્ય વાત છે. શાહીના દાગ પડવા પર તે કપડા ખરાબ થઇ જાય છે. આ દાગ એટલા જીદ્દી હોય છે કે તે જલ્દી નીકળતા નથી. શાહીના દાગને દૂર કરવા માટે લોકો બજારમાંથી મોંધી પ્રોડ્ક્ટ લઇને આવે ઠે. જેમા ખૂબ પૈસા થાય છે. છતાં પણ દાગ જતા નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ નુસખા લઇને આવ્યા છીએ જેની મદદથી તમે શાહીના દાગ દૂર કરી શકશો.

ટૂથ પેસ્ટ
કપડા પર શાહીના દાગ દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છે. જે સૌથી સારો ઘરેલું નુસખો છે. સૌ પ્રથમ જેલ વગરની ટૂથપેસ્ટ લો. તેને જ્યાં શાહીનો દાગ હોય ત્યાં લગાવી લો. હવે તેને સૂકાવા દો. જ્યારે ટૂથપેસ્ટ યોગ્ય રીતે સૂકાઇ જાય તો તેને ડિટર્જેન્ટથી ધોઇ લો.

નેલ પેઇન્ટ રિમૂવર

દાગ સાફ કરવા માટે સૌથી પહેલા કોટનને નેલ પેઇન્ટ રિમૂવરમા પલાળી દો. હવે તેને શાહીના દાગ પર બરાબર રગડો. તે બાદ સાદા પાણીથી આ દાગને બરાબર સાફ કરી લો.

મીઠું
દાગ વાળી જગ્યા પર મીઠું લગાવો અને તેને ભીના ટિશૂ અને બ્રશની સાથે સાફ કરો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી ઇન્ક સાફ ન થઇ જાય. આ ઉપાય કરવાથી જલ્દીથી કપડા પર લાગેલી શાહીથી છૂટકારો મળી શકે છે.

દૂધ
જે કપડા પર શાહીના નિશાન છે તેને આખી રાત દૂધમાં ડૂબાડીને રાખો. સવારે ઉઠીને તેને ડિટર્જેન્ટથી બરાબર સાફ કરી લો. આમ કરવાથી તમારા કપડા પરથી શાહીના દાગ દૂર થઇ જશે..

User Rating: 3.35 ( 2 votes)
Tags
Show More

Related Articles

4 thoughts on “કપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *