અમદાવાદગુજરાતતાજી ખબરોરાજકોટલાઈફસ્ટાઈલવડોદરાસુરત

ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં

આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે.

રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે

સત્તાવાર આંકડાઓમાંથી એ પણ જાણવા મળે છે કે સુરત શહેર, રાજકોટ ગ્રામ, અમદાવાદ (શહેર-જિલ્લો) ગાંધીનગર વગેરેમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ૨૦૧૬ કરતાં ૨૦૧૭માં વધારો થયો હતો. એમાંય સુરત શહેરના આંકડામાંનો વધારો ખૂબ જ સૂચક બની રહ્યો છે.

ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો મુજબ ૨૦૧૬માં કુલ ૫૪૩૦ લોકોએ આપઘાત કર્યો હતો. અને ૨૦૧૭માં તે સંખ્યા ૫૩૪૧ હતી. આમ કેસોમાં એકંદરે ઘટાડો નોંધાયો હતો. પરંતુ આગળ જણાવ્યું તેમ ચાર જિલ્લાઓમાં આંક ઊંચકાયો હતો.

આંકડાઓ એમ પણ સૂચવે છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં મહાનગરો અને સંલગ્ન ગ્રામ વિસ્તારોમાં થતી આત્મહત્યાઓ સમગ્ર રાજ્યમાં બનતી ઘટનાઓમાં સિંહફાળો ધરાવતી હોય છે. કેસોની સંખ્યાનું વિશ્લેષણ કરીએ તો કુલ કેસોના ૬૨ થી ૬૩ ટકા કેસ આ ચાર વિસ્તારોના હોય છે. અર્થાત્ શેષ ગુજરાતના કેસોનું પ્રમાણ ૩૭ થી ૩૮ ટકા જેટલું હોય છે.

આત્મહત્યાના સૌથી ઓછા પાંચ-પાંચ કેસ બોટાદ જિલ્લામાં નોંધાયા હતા જ્યારે સૌથી વધુ ૧૯૯૭ કેસ સુરત શહેર-ગ્રામ્ય વિસ્તારના હતા.

ક્રમ વિસ્તાર ૨૦૧૭
૧ સુરત શહેર

૨ સુરત ગ્રામ્ય

૩ વલસાડ-શહેર જિલ્લો

૪ ગીર સોમનાથ (શહેર સહિત)

૫ વેરાવળ શહેર

૬ પોરબંદર (શહેર સહિત)

૭ બનાસકાંઠા (શહેર સહિત)

૮ અરવલ્લી (શહેર સહિત)

૯ પાટણ (શહેર સહિત)

૧૦ મહેસાણા (શહેર સહિત)

૧૧ તાપી

૧૨ ડાંગ

૧૩ ખેડા

૧૪ પંચમહાલ

૧૫ સુરેન્દ્રનગર

૧૬ બોટાદ

૧૭ આણંદ

૧૮ મહિસાગર

૧૯ ભરૃચ

૨૦ નવસારી

૨૧ ભાવનગર

૨૨ જૂનાગઢ

૨૩ દાહોદ

૨૪ રાજકોટ-શહેર

૨૫ રાજકોટ (ગ્રામ્ય)

૨૬ વડોદરા (શહેર જિલ્લો)

૨૭ નર્મદા

૨૮ કચ્છ (શહેર જિલ્લો)

૨૯ મોરબી

૩૦ અમદાવાદ (શહેર જિલ્લો)

૩૧ અમરેલી

૩૨ ગાંધીનગર

૩૩ છોટા ઉદેપુર

 

૮૧૧

૨૩૦

૨૩૨

૧૦૩

૧૩

૧૨૭

૩૩

૮૦

૧૪

૧૦૦

૯૩

૧૬

૯૧

૯૧

૧૧૪

૯૮

૧૩૯

૧૮૯

૧૭

૨૯૫

૬૮

૪૨૭

૩૫૨

૨૨૭

૬૭

૨૩

૧૫૯

૮૧૩

૧૫

૨૪૮

૪૫

 

User Rating: 4.7 ( 2 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *