
news gujarati
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં એક પ્રવાસીઓનું મોત થયું છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા છે.
વડાપ્રધાન મોદીએ આપ્યા નિર્દેશ, અમિત શાહે બેઠક કરી
સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ‘આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.’
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.