
news gujarati
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે, ‘હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, આખો દેશ પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે પહેલગામના ગુનેગારોનો દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. ‘આતંકવાદી હુમલામાં, કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો.’ તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી, તો કેટલાક બિહારના હતા. આજે, કારગિલથી કન્યાકુમારી સુધી, દરેકના મૃત્યુ પર આપણો આક્રોશ સમાન છે. હું આખા વિશ્વને કહેવા માગુ છુ કે, ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી શોધીને મારશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.