
News Gujarati
ઉનાળાની કાળઝાર ગરમીમાં ઘરમાં ઠંડક જાળવી રાખવી એક પડકાર સમાન બની જાય છે. એસી (AC) એ ગરમીથી રાહત મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ એ સાથે વીજળીનું બિલ પણ વધે છે. જો તમારે AC ની મોજ માણવી હોય અને સાથે વીજળીનો ખર્ચ પણ ઓછો રાખવો હોય, તો અહીં અમુક સરળ ટીપ્સ આપવામાં આવી છે, જે તમારું બિલ ઘટાડવામાં સહાયરૂપ થશે.
- AC નું તાપમાન 24°C રાખો
ઘણા લોકો AC 16°C કે 18°C પર સેટ કરે છે, જેનાથી વીજળી વધુ વપરાય છે. પરંતુ શું તમે જાણો છો તમારી આ આદત જ લાઇટ બીલ વધારી શકે છે. જો એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી રાખવામાં રાખવું સૌથી યોગ્ય છે. જો એસીનું ટેમ્પરેચર 1 ડિગ્રી પણ ઓછું કરવામાં આવે તો ઇલેક્ટ્રિકિટી બીલ 6 ટકા સુધી વધી જાય છે. આમ કરવાથી લાઈટબીલ ઓછું આવશે અને સરસ કુલિંગ મળશે.
- નિયમિત સર્વિસિંગ કરાવો
AC ની યોગ્ય કામગીરી માટે તેની નિયમિત સર્વિસ કરાવવી જરૂરી છે. જો ફિલ્ટર અને અન્ય ભાગો સાફ નહીં હોય, તો એસી વધુ મહેનત કરે અને વધુ વીજળી વાપરે. સમયાંતરે AC ની સર્વિસ કરાવવાથી તે સારી રીતે અને ઓછી ઊર્જા સાથે કાર્ય કરશે.
- પંખા સાથે AC નો ઉપયોગ કરો
AC ચાલુ રાખીને જો તમે રૂમમાં પંખો પણ ચલાવશો, તો હવા સારું પરિભ્રમણ કરશે, અને રૂમ ઝડપથી ઠંડો થઈ જશે. આ કારણે AC ની લોડ ઘટાડીને વીજળી બચાવી શકાય છે.
- રૂમમાં સૂર્યપ્રકાશ ન જવા દો
જો બારી અથવા દરવાજાથી સૂર્યપ્રકાશ સીધો રૂમમાં પ્રવેશે, તો રૂમ વધુ ગરમ થશે, અને AC ને વધુ મહેનત કરવી પડશે. જેથી બરાબર ઠંડક ના મળે અને વીજળી વધુ વપરાય. પડદો કે બ્લાઇન્ડ્સ લગાવીને રૂમને ઠંડો રાખો.
- ટાઈમર સેટ કરો
AC વધુ સમય ચાલે નહીં તે માટે ટાઈમર સેટ કરો. ટાઈમર સેટ કરવાથી AC આપમેળે બંધ થઈ જશે અને વીજળીનો ખર્ચ બચશે.
AC નો ઉપયોગ કરવો હોય તો આપેલ ટીપ્સને અનુસરવાથી તમારું વીજળીનું બિલ ઓછું આવશે અને સાથે જ તમે ઉનાળામાં આરામદાયક ઠંડક માણી શકશો!
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.