
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 5:30 વાગ્યે ટ્વીટ કરીને આ માહિતી આપી. તેમણે કહ્યું, ‘અમેરિકાના મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન હુમલાઓને તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવા માટે સંમત થયા છે.’
જમીન, વાયુ અને સમુદ્રમાં ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધ વિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે. હવે બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.’
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.