
પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર હરિયાણા અને પંજાબ પોલીસે જે લોકોની ધરપકડ કરી તેમાં હરિયાણા ટ્રાવેલ વ્લૉગર અને યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. ધરપકડ પછી જ્યોતિની પાકિસ્તાન મુલાકાત અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, તેમનો બીજો એક વીડિયો ચર્ચામાં છે, જે ગયા વર્ષે ભારતમાં પાકિસ્તાની દૂતાવાસની ડિનર પાર્ટીનો છે.
હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિનાં મોબાઇલ અને લૅપટૉપમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. તેમની સામે ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ અને ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 152 (ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જ્યોતિ મલ્હોત્રાની યુટ્યૂબ ચૅનલ અને ઇન્સ્ટાગ્રામ પેજનું નામ ‘ટ્રાવેલ વિથ જો’ છે. તેમની યુટ્યૂબ ચૅનલ પર 3.79 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.40 લાખ ફૉલોઅર્સ છે. ફેસબૂક પર તેમના 3.22 લાખ ફૉલોઅર્સ છે. જ્યોતિ મલ્હોત્રા પોતાની ચૅનલ પર દેશ-વિદેશના પ્રવાસના વીડિયો અપલૉડ કરે છે. અત્યાર સુધીમાં તેમની ચૅનલ પર 400થી વધુ વીડિયો અપલૉડ કરવામાં આવ્યા છે.
પહેલગામ હુમલા પછી, તે પ્રવાસીઓ અને સરકાર પર દોષારોપણ કરતી રહી
22 એપ્રિલે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો, ત્યારે તેણે પાકિસ્તાન કે આતંકવાદીઓને દોષ આપવાને બદલે ભારત તરફથી સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા.
ભારત સાથેના સરહદી દરેક દેશમાં ગઈ
જ્યોતિએ એક વર્ષમાં જેટલા પણ ટ્રાવેલ બ્લોગ બનાવ્યા છે, તેમાં તેનું ફોકસ એવા દેશો પર રહ્યું છે જેની સરહદ ભારત સાથે છે. પાકિસ્તાનથી પાછા ફર્યા પછી તરત જ, તે ચીન, ભૂટાન, નેપાળ ગઈ. અહીં ઘણા બધા વીડિયો બનાવ્યા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.