
news gujarati.com
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન નાવિક પિન્ટુ મહરાના પરિવારે 45 દિવસમાં રૂ. 30 કરોડ કમાવીને ચર્ચા જગાવી હતી. આની જાણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતાં પિન્ટુને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન સભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, નાવિકના પરિવારે મહાકુંભમાં રૂ. 30 કરોડ કમાયા. એટલે કે રોજના રૂ. 50,000-52,000ની કમાણી. મહાકુંભમાં નાવિકોની આવક અનેકગણી વધી હતી. પિન્ટુએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેના પરિવારે મહાકુંભ દરમિયાન 45 દિવસમાં રૂ. 30 કરોડની કમાણી કરી છે.પરંતુ આ કમાણી પર હવે ટેક્સ ચૂકવવું પડશે. પિન્ટુએ આટલી મોટી રકમ માટે કદાચ અગાઉ ક્યારેય ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું ન હતું, જેથી આ નોટિસ તેના માટે મુશ્કેલી બની શકે છે. હવે પિન્ટુને એક વર્ષમાં ટેક્સ ચૂકવવો પડશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.