
news gujarati
દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.