
news gujarati
થિંક ટૈંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પરંપરાગત રીતે ચીનને પોતાનાથી ઉચ્ચ સમજવાના બદલે સમાન સમજે છે અને તેઓ પેઇચિંગના લક્ષ્યોને લઇને સચેત છે અને પોતાના ક્ષેત્રમાં ચીનને ઘુસવાના પ્રયત્નોની શંકાથી જુએ છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે, શ્રીલંકા, પાકિસ્તાન સાથે ચીન મજબૂત સંબંધ બનાવીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરીને તેનું પ્રભુત્વ વધારવા માગે છે પરંતુ ભારત પણ અત્યારે ચીનની તમામ ચુનૌતીઓનો જવાબ આપી રહ્યું છે. ચીન ખાડી અને પશ્ચિમ હિંદમહાસાગરમાં અમેરિકાને ચેતવણી આપવા દક્ષિણ એશિયા પર પોતાનો દબદબો બનાવવા માગી રહ્યા છે.
ચીનની સાથે ક્ષેત્રને લઇને વિવાદના કારણે સંબંધોમાં તણાવ પેદા થયો છે. આનાથી સહયોગાત્મક માહોલના બદલે પ્રતિદંદ્વિ માહોલ પેદા થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જોકે આના માટે ભારતે અમેરિકા અને જાપાન જેવા સહયોગિયોની મદદ જરૂરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા ઇચ્છે તો ભારતીય ક્ષેત્રીય સુરક્ષા પ્રદાન તરીકે ભૂમિકા નિભાવે અને જો તેઓ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માંગે છે, તો ભારતની આર્થિક અને સૈન્ય ક્ષમતાઓ વિકસિત કરવી મહત્વની હશે. આ રિપોર્ટના દક્ષિણ એશિયા સંબંધિત ભાગ તૈયાર કરનારા વિશેષજ્ઞોમાં ભારતીય મૂળના વિદ્વાન ડૉ. અર્પણા પાંડે અને અમેરિકામાં પાકિસ્તાનના પૂ્વ રાજદૂત હુસૈન હક્કાની પણ સામેલ છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.