
News Gujarati
રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું છે. પોપ ફ્રાન્સિસ ફેફસાના ગંભીર ચેપ (ડબલ ન્યુમોનિયા)થી પીડાતા હતા. 14 ફેબ્રુઆરી, 2025થી તેઓ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયત નાજુક હતી, અને તેઓ લાંબા સમયથી શ્વાસોચ્છવાસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે 2013માં રોમન કેથોલિક ચર્ચના 266મા પોપ બન્યા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ 1,000 વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.