
News Gujarati
વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે. રવિવારે અમદાવાદમાં 41.4 ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. જોકે, બે દિવસ બાદ વરસાદની સંભાવનાને પગલે તાપમાન 40થી નીચે જઇ શકે છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.