
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી. 9 એપ્રિલથી શરૂ થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.
આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળોએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.