ગુજરાતતાજી ખબરોલાઈફસ્ટાઈલશીક્ષણ

CBSE: દસમાંની ગણિતની પરિક્ષા ફરી નહીં લેવાય

CBSE દ્વારા દસમાંના ગણિતની પરિક્ષા ફરી ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરિક્ષા ફરી લેવી કે નહીં તેના પર વિચાર-વિમર્શ ચોક્કસ કરવામાં આવશે. આ અગાઉ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રિ-ટેસ્ટની ચર્ચા ચાલી રહી હતી. ત્યાં આ સમાચાર સામે આવતા વિદ્યાર્થીઓને રાહત મળી છે.
બોર્ડનું કહેવું છે કે લીક કરવામાં આવેલું પેપર આ સ્થાન પર જ લીક થયું હતું. તેથી ત્યાં પરિક્ષા ફરી લેવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરવહી તપાસ્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે પેપર લીકના પ્રકરણમાં તેની અસર ઉત્તરવહી પર જોવા નથી મળી રહી. તેથી પરિક્ષા ફરી ન લેવી જોઇએ. આ અંગે ટૂંક સમયમાં જ બોર્ડના અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દસમાંની ગણિતની પરિક્ષા ૨૮ માર્ચના રોજ લેવામાં આવી હતી.

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *