અમદાવાદગુજરાતતાજી ખબરોરાજકોટવડોદરાસુરત

ભારત બંધ: હું મારા પિતાને મરતા જોઈ રહ્યો હતો

દલિત સંગઠનો દ્વારા સોમવારે કરાયેલા બંધના એલાન દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ હિંસક બનાવો બન્યા. આ બધાની વચ્ચે એક રુવાંડા ઉભા કરી દે તેવી તસવીર સામે આવી છે. આ તસવીર 68 વર્ષના બીમાર પિતાની છે જેને તેમનો દીકરો ખભા પર ઉચકીને હોસ્પિટલ તરફ ભાગી રહ્યો હતો. પણ રસ્તા વચ્ચે ચાલી રહેલા પ્રદર્શનના કારણે તેના પિતાને સમય પર સારવાર ન મળી શકી. બિજનોરના બારુકી ગામના નિવાસી 68 વર્ષના લોક્કા સિંહ ગંભીર પેડ દર્દથી પીડાઈ રહ્યા હતા અને શ્વાસ લેવામાં તેમને તકલીફ પડી રહી હતી.
પિતા દર્દથી કણસી રહ્યા હતા ત્યારે દીકરાએ બીમાર પિતા માટે એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડવા પ્રયત્નો કર્યા પણ પ્રદર્શનકારીઓના કારણે ટ્રાફીક જામ થઈ ગયો હતો જેથી તેણે પિતાને ખભા પર ઉચકીને રઘુવર હોસ્પિટલ પહોંચ્યા પણ જ્યાં ડૉક્ટરોએ પિતાને મૃત જાહેર કર્યા. 32 વર્ષના રઘુવિરસિંહને જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ પિતાને પ્રાઈવેટ કે મેરઠની મોટી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું પણ સમય અને રુપિયાની અછતના કારણે રઘુવરે પહેલો વિકલ્પ પસંદ કર્યો. રઘુવરે કહ્યું, “તેઓ ક્રોનિક અસ્થમાથી પીડિતા હતા. રવિવારે રાત્રે જ્યારે તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ તો તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડૉક્ટરોએ તેમની તપાસ કરીને ઈલાજ કરવાનું શરુ કર્યું પણ તેમની સ્થિતિમાં કોઈ સુધાર ન આવ્યો.”રઘુવરે આગળ જણાવ્યું કે, “સોમવારે સવારે લગભગ પોણા 12 વાગ્યે ડૉક્ટરોએ અમને મેરઠ મેડિકલ કૉલેજ કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. મારી પાસે તેમને મેરઠ લઈ જવાનો સમય નહોતો અને રુપિયા પણ નહોતા માટે અમે તેમને એમ્બ્યુલન્સથી પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયા.” તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે બંધના કારણે ચાલી રહેલા આંદોલનમાં તેમની એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. ત્યાં સો જેટલા પ્રદર્શનકારીઓ નારાબાજી કરી રહ્યા હતા. ચારે તરફ હોબાળો મચેલો હતતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી પ્રદર્શન પૂર્ણ ન થયું ત્યાં સુધી પિતાનો મૃતદેહ રસ્તા પર રાખવામાં આવ્યો હો. તેમના પરિવારે પોલીસમાં ફરિયાદ ન કરી અને સાંજે 4 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા. બિજનોર જિલ્લા હોસ્પિટલના સીએમઓ રાકેશ દુબેએ જણાવ્યું, “અમે તેમનો ઈલાજ કરવાની કોશિશ કરી પણ એબ્ડોમિનલ સર્જરી કરવાની હતી પણ અહીં અમારી પાસે અહીં કોઈ સર્જન નહોતા. અમે તેમને અન્ય હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું.”

 

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *