
News Gujarati
આ સપ્તાહે તમારું મનોરંજન ડબલ થવા જઈ રહ્યું છે! વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર એક સાથે અનેક નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે, જેમાં એક્શન-થ્રીલર, બાયોપિક, હિસ્ટોરિકલ ડ્રામા અને ક્રાઈમ સ્ટોરીઝનો શાનદાર સમાવેશ છે. જો તમે ઓટીટી પર કંઈક નવું અને રસપ્રદ જોવાનું ઈચ્છતા હોવ, તો આ લો, તમારી માટે ખાસ તૈયાર કરેલી લિસ્ટ!
આ સપ્તાહના OTT રિલીઝની સંપૂર્ણ માહિતી
- સ્કાય ફોર્સ (Amazon Prime Video)
- પ્રસારણ તારીખ: 21 માર્ચ, 2025
- શૈલી: વોર ડ્રામા, એક્શન
24 જાન્યુઆરી, 2025 ના સમયે થિયેટરમાં રિલીઝ થયેલ સ્કાય ફોર્સ હવે Prime Video પર જોવા માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ ભારતના પ્રથમ અને સૌથી ઘાતક હવાઈ હુમલાની પરિસ્થિતિઓને દ્રશ્યરૂપ આપે છે. સંદીપ કેવલાણી અને અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, વીર પાહારિયા, સારા અલી ખાન, નિમ્રત કૌર અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં છે.
- ખાખી: ધ બંગાળ ચેપ્ટર (Netflix)
- પ્રસારણ તારીખ: 20 માર્ચ, 2025
- શૈલી: ક્રાઈમ થ્રીલર
ખાખી: ધ બિહાર ચેપ્ટર ના સફળતા બાદ, હવે તેનો એક નવીન ચેપ્ટર, ખાખી: ધ બંગાળ ચેપ્ટર Netflix પર આવી રહ્યું છે. આ વાર્તા કોલકાતાની છે, જ્યાં એક ગેંગસ્ટરનો આતંક છે અને એક દબંગ પોલીસ અધિકારી તેને ન્યાયના ચકરવ્યૂહમાં ફસાવવા માટે મિશન પર છે. નીરજ પાંડે દ્વારા બનાવવામાં આવેલી આ સિરીઝમાં જીત, પ્રોસેન્જિત ચેટર્જી, સસ્વતા ચેટર્જી, ચિત્રાંગદા સિંહ અને અન્ય કલાકારો છે.
- ઑફિસર્સ ઑન ડ્યુટી (Netflix)
- પ્રસારણ તારીખ: 20 માર્ચ, 2025
- શૈલી: એક્શન-થ્રીલર
ગુસ્સાવાળા પોલીસ ઈન્સ્પેક્ટર હરિશંકર ગુસ્સાના કારણે ડિમોશન પામે છે, પરંતુ જ્યારે તે જ્વેલરી કૌભાંડની તપાસ કરવા જાય છે, ત્યારે તેને એક વધુ ખતરનાક ગુનાખોરીનો પર્દાફાશ કરવાની તક મળે છે. એક્શન અને થ્રીલરથી ભરપૂર આ સિરીઝ તમને અંત સુધી રોમાંચિત રાખશે.
- કનેડા (JioHotstar)
- પ્રસારણ તારીખ: 21 માર્ચ, 2025
- શૈલી: ક્રાઈમ, ડ્રામા
1990ના દાયકાના કેનેડાની પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ ક્રાઈમ થ્રીલર કનેડા માં પંજાબી ગાયક નિમ્માની વાર્તા છે, જે જાણે-અજાણે ગુનાખોરીના ગૂંચવણભર્યા વિશ્વમાં ફસાઈ જાય છે. આ સિરીઝમાં પર્મિશ વર્મા, મોહમ્મદ ઝીશાન અય્યુબ, રણવીર શોરી, જસ્મિન બાજપા અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે.
- લૂટકાંડ (Amazon MX Player)
- પ્રસારણ તારીખ: 20 માર્ચ, 2025
- શૈલી: હિસ્ટ, સસ્પેન્સ
બે ભાઈ-બહેન એક બેંક લૂંટવાની યોજના બનાવે છે, પરંતુ બધું એમની ધારણા મુજબ થતું નથી. લૂંટકાંડ પછી પરિસ્થિતિ વધુ જટિલ બની જાય છે અને તેઓ મોટા કૌભાંડમાં સપડાઈ જાય છે. રુચિર અરૂણ દિગ્દર્શિત આ ક્રાઈમ-થ્રીલર સિરીઝમાં તાન્યા મણિકતલા, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, સહિલ મહેતા, અને પ્રશંસા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
આ સપ્તાહે તમારું વીકએન્ડ વધુ મજેદાર બની જશે! તમારે કઈ સિરીઝ અથવા ફિલ્મ જોવાની છે?
🍿 તમારા આગામી મનોરંજન માટે તૈયાર રહો! નવી ફિલ્મો અને OTT રિલીઝ અપડેટ્સ માટે newsgujarati.comપર ક્લિક કરો.