
cricket news in gujarati
ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ટીમના તમામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. જોકે, બોર્ડે પોતાના નિવેદનમાં એ જાહેર નથી કર્યું કે કોને કેટલું ઈનામ મળશે.
ભારતે તેની બધી મેચ દુબઈમાં રમી અને બધી જ મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને કરી હતી. 9 માર્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું.