તાજી ખબરોબીઝનેસ

એક અબજ ડોલર કે તેથી વધુ વેલ્યુ વાળા ભારતના 18 સ્ટાર્ટઅપ્સમાં ચીનનો મોટી હિસ્સેદારી

એક તરફ લદ્દાખની ગાલવન ઘાટીમાં, સરહદના વિવાદને કારણે ભારત અને ચીન સામ-સામે છે, બીજી તરફ, ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં ચીનના રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વધેલા રોકાણથી ભારતીય બજારમાં ચીનની પકડ વધુ મજબૂત થશે. ભારત અને ચીન એક બીજા પર આર્થિક રીતે નિર્ભર છે. વધતા તણાવથી બંને દેશોને નુકસાન થશે પરંતુ ભારતને વધુ અસર થઈ શકે છે. ચીનની ઘણી મોટી કંપનીઓએ છેલ્લા 5-6 વર્ષમાં ભારતમાં રોકાણ વધાર્યું છે. અહેવાલો અનુસાર, ભારતના 30 યુનિકોર્ન (જેનું મૂલ્ય 1 અબજ ડોલર અથવા તેથી વધુ હોય)માંથી 18માં ચીનનો મોટો હિસ્સો છે.

એક અહેવાલ મુજબ, ચીની કંપનીઓએ 2014માં ભારતમાં 51 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જે 2019માં વધીને 1230 મિલિયન ડોલરે પહોચી ગયું છે. 2014થી 2019 સુધીમાં ચીને ભારતીય સ્ટાર્ટઅપ્સમાં કુલ 5.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.

ચીનના સ્માર્ટફોન ઉત્પાદકોએ ભારતી સ્માર્ટફોન માર્કેટ પર પોતાનો મોનોપોલી બનાવી છે. ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ આશરે રૂ. 2 લાખ કરોડ છે. ચાઇનીઝ બ્રાન્ડ્સ ઓપ્પો, શાઓમી અને રેડમીએ 70%થી વધુ મોબાઇલ માર્કેટ કબજે કર્યું છે. તેવી જ રીતે, ચાઇનીઝ બ્રાન્ડે 25 હજાર કરોડના ટેલિવિઝન માર્કેટમાં 45% કબજો કર્યો છે.

ચીની કંપનીઓ કે જેમણે ભારતીય કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે તેમાં ટેંશેટ, શુનવેઈ કેપિટલ અને શાઓમી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ટેંશેટે ભારતમાં 19 કંપનીઓમાં, શુનવાઈ કેપિટલ 16 કંપની, સ્વાસ્તિક 10 કંપની અને શાઓમીએ 8 ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સિવાય અલીબાબાએ પણ ઘણી કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.

ચર્ચિત ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચીની કંપનીઓનું રોકાણ

કંપનીઇન્વેસ્ટર્સરોકાણ (મિલિયન ડોલર)
સ્વિગીટેંશેટ, સેમસંગ વેન્ચર, કોરિયા153
ઝોમાટોઅલીબાબા150
બિગ બાસ્કેટકોરિયા, મિરાએ એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ60
ખાતા બૂકટેંશેટ, GGV કેપિટલ, B કેપિટલ60
ચાઓસઇન્ટીગ્રેટેડ કેપિટલ, થિંક ઇન્વેસ્ટમેન્ટ20
સોર્સ : વેન્ચર ઈન્ટેલીજન્સ

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *