
News Gujarati
આજની પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને છેલ્લી વનડે મેચ દરમિયાન દુઃખદ ઘટનાની નોંધ લેવાઈ. પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હક રન લેવા દોડતો હતો ત્યારે એક ડાયરેક્ટ થ્રો તેના માથા પર વાગ્યો. આ ઘટનાને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
264 રનનો પીછો કરતી વખતે ઈમામ અને અબ્દુલ્લા શફીકની જોડીએ ઈનિંગની શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ઈમામ સિંગલ લેવા દોડ્યો અને આ દરમિયાન ફિલ્ડરનો થ્રો સીધો તેના હેલમેટમાં વાગ્યો. થ્રો એટલો જોરદાર હતો કે ઈમામ મેદાન પર જ ઢળી પડ્યો. બોલ હેલમેટમાં ફસાઈ ગયો હતો, જેને તેણે તરત જ બહાર કાઢ્યો. તેમ છતાં, તે ભારે પીડામાં હતો અને ઊભો રહી શકતો ન હતો.
તાત્કાલિક મેડિકલ ટીમ મેદાન પર પહોંચી ગઈ, પરંતુ ઈમામની હાલત જોતા તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. એટલું જ નહીં, હાલત ગંભીર હોવાથી મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી અને તેની મદદથી ઈમામને બહાર લઈ જવામાં આવ્યો.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.