
News Gujarati
IPL શરુ કરનાર લલિત મોદીને જ હાંકી કાઢ્યો:
IPLના સ્થાપક લલિત મોદીને નાણાકીય ગેરરીતિઓના આરોપોના કારણે 2010માં લીગમાંથી બાહર કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની હરાજી સહિત ઘણા મુદ્દાઓ પર આરોપો લાગ્યા હતા.
શ્રીસંતને હરભજનનો લાફો:
2008માં એક મેચમાં શ્રીસંતે હરભજનને ‘હાર્ડલક’ કહ્યું, જેના પર હરભજન મેદાનમાં જ શ્રીસંતને લાફો મારી બેઠો. આ ઘટનાએ IPLની પ્રથમ સીઝનમાં જ વિવાદ ઊભો કર્યો.
રવિન્દ્ર જાડેજા પર પ્રતિબંધ:
જાડેજાએ 2010માં રાજસ્થાન રોયલ્સની જાણ કર્યા વગર મુંબઈ ઇન્ડિયન્સ સાથે ડીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે તેને એક વર્ષ માટે IPLમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સ્પોટ ફિક્સિંગ કાંડ:
2013માં રાજસ્થાન રોયલ્સના શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાને સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠેરવાયા. BCCIએ તેમને આજીવન પ્રતિબંધ મૂકી દીધો.
વિરાટ–ગંભીરનો ખટપટ:
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે અનેક વાર ખટપટ જોવા મળી છે. 2023માં RCB અને LSG વચ્ચેની મેચ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
શાહરુખ ખાનનો વાનખેડે સ્ટેડિયમ વિવાદ:
2012માં KKRના માલિક શાહરુખ ખાન અને વાનખેડેના સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરિણામે, શાહરુખ ખાનને પાંચ વર્ષ માટે વાનખેડે સ્ટેડિયમમાંથી બાહર કરી દેવામાં આવ્યા હતા.
ચેન્નાઈ અને રાજસ્થાન ટીમ પર પ્રતિબંધ:
2015માં સ્પોટ ફિક્સિંગના કેસ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમને બે વર્ષ માટે IPLમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.