
News Gujarati
જામનગર જીલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સના વનતારા સંકુલની મુલાકાત માટે સતત વિવિધ મહાનુભાવો અને સેલિબ્રિટીઓનું આગમન થતું રહે છે. તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર અને બાદમાં સલમાન ખાને અહીં મુલાકાત લીધી હતી. ત્યારપછી, 24 માર્ચ, 2025 ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમનો જામનગર એરપોર્ટ પર આગમન થયો અને તેઓ વનતારાની મુલાકાતે પહોંચ્યા.
24 માર્ચના રોજ બપોરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ખેલાડીઓ સહિતની ટીમ, જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા. આ તમામ ખેલાડીઓ માટે વિશેષ લકઝરી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓને વનતારા ખાતે લઈ જવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સને તેમની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પરાજય મળ્યો હતો. ટીમની આગામી મેચ શુક્રવાર, 28 માર્ચ, 2025 ના રોજ અમદાવાદમાં રમાશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.