અમદાવાદગુજરાતતાજી ખબરો

રસ્તાઓ પર ‘નો- પાર્કિંગ’ની જગ્યાએ જ પાર્કિંગ કેમ થાય છે?: હાઇકોર્ટ

પાર્કિંગના મુદ્દાને ઉપસ્થિત કરતી રિટની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે,‘શહેરમાં જ્યાં પણ નો પાર્કિંગના બોર્ડ લગાવાયા છે, તેની નીચે લોકો પાર્કિંગ કરે છે.મોલ્સ, હોસ્પિટલ્સ સહિત વિવિધ ઓથોરિટી દ્વારા નોપાર્કિંગના બોર્ડ લગાવાય છે. પરંતુ આ રીતે કામ નહીં ચાલે. પાર્કિંગના મુદ્દે નક્કર નીતિ બનાવવી પડશે. દરેક ચાર રસ્તા પર પાનના ગલ્લા અને ચાની કિટલીઓ છે. ૭૦ ટકા વાહનો તો રોડ ઉપર પાર્ક થાય છે. ત્યારે વાહનચાલકો કઇ રીતે વાહન ચલાવશે. આ ગંભીર પરિસ્થિતિ છે.’

હાઇકોર્ટના જસ્ટિસ શાહની ખંડપીઠે વધુમાં ટકોર કરી હતી કે,‘પાર્કિંગના મુદ્દે ટ્રાફિકવાળા વિસ્તાર અને રસ્તાઓને મોડલ રોડ તરીકે વિકસાવી તેનો સમગ્ર શહેરમાં અમલ કરો.’ આ કેસમાં સરકારે રજૂઆત કરી હતી કે,‘ટ્રાફિક પોલીસ દ્વારા  અનેક વાહનોને પકડીને દંડની રકમ પણ વસૂલાય છે. જો કે દંડની રકમ નાની હોવાથી લોકો હળવાશથી લે છે.’આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

\બિસ્માર રસ્તાઓના મુદ્દે થયેલી અરજી પરની સુનાવણીમાં જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે આગામી સુનાવણીમાં અમદાવાદ            મ્યુનિ.કમિશનરને રૂબરૂ હાજર રહેવાનો ફરમાન કર્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે,‘રસ્તાનું રિસર્ફેસિંગ  રેતી દ્વારા કરાય એ કઇ રીતે ચાલે. રસ્તાની ગુણવત્તા સાથે સમજૂતી કેવી રીતે ચલાવી શકાય ? આ મુદ્દા પર હાઈકોર્ટમાં અરજી પડતર છે ત્યારે તંત્રના આ પ્રકારના વલણથી નવાઇ લાગે છે.’આ તરફ હાઇકોર્ટેકોર્પોરેશનને ચીમકી પણ આપી છે કે,‘કોર્પોરેશનને આ છેલ્લી તક અપાય છે. આ મુદ્દા પર જવાબ રજૂ કરે.’ આ કેસમાં અરજદાર તરફથી એડવોકેટ અમિત પંચાલની રજૂઆત હતી કે,‘કોર્પોરેશનની ગંભીરતા હાઈકોર્ટમાં જ નજરે પડે છે. હાઈકોર્ટના સંકુલથી બહાર નીકળતા તેમનું વલણ બદલાઈ જાય છે.’

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *