વિદેશ

200 કરોડમાં વેચાયો આ કટોરો, જાણો શું છે ખાસિયતો

ચીનના ચિંગ રાજવંશનો એક દુર્લભ કટોરો હોંગકોંગની એક હરાજીમાં અંદાજે 200 કરોડ રૂપિયામાં વેચાયો છે. હરાજી ફર્મ સૂથબી અનુસાર આ વિશેષ કટોરો ચીનના સમ્રાટ કાંગશી માટે બનાવવામાં આવ્યો હતો. આ કટોરાનો વ્યાસ 6 ઇંચ છે.

કહેવાય છે કે, કરોટોનો ઉપયોગ રાજા દ્વારા 18મી શદાબ્દીમાં કરવામાં આવતો હતો. આ કટોરાને ચીનની એક વ્યક્તિએ બોલી શરૂ થયાની માત્ર 5 મિનિટની અંદર જ ખરીદી લીધો હતો.

રસપ્રદ વાત એ છે કે, આટલી તોતિંગ રકમ ઉપજી હોવા છતા આ ચીનના ઈતિહાસનો સૌથી મોંઘો કટોરો બની શક્યો નથી. ગત વર્ષે પણ ચીનના સોંગ વંશ સાથે જોડાયેલો એક કટોરો 3.77 કરોડ ડોલરમાં વેચાયો હતો.

 

User Rating: 4.65 ( 1 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *