તાજી ખબરોબીઝનેસવિદેશ

ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણું હથિયાર

સ્વિડનની થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી રિપોર્ટ 2020) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણુ હથિયારો છે. હાલમાં ચીન પાસે 320 અને પાકિસ્તાન પાસે 160 પરમાણુ શસ્ત્રો છે. ભારત પાસે 150 પરમાણુ હથિયારો છે. આ રિપોર્ટમાં એવા દેશોનો ઉલ્લેખ છે કે જેઓ પાસે સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો છે.

ચીન તેની પરમાણુ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તે જમીન, હવા અને સમુદ્રથી હુમલો કરી શકે તેવી નવી મિસાઇલો તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં, તે કેટલાક ફાઈટર જેટ્સ પણ તૈયાર કરી રહ્યું છે જે અણુ હુમલો કરી શકે. ચીને અગાઉ પરમાણુ શક્તિ વિશે વધારે માહિતી આપી નહોતી. પરંતુ, કેટલાક વર્ષોથી તે વિશ્વને પરમાણુ શસ્ત્રો અને ભાવિ યોજનાઓ વિશે થોડી માહિતી આપી રહ્યું છે.

સિપરીના જણાવ્યા અનુસાર- વિશ્વના કુલ પરમાણુ શસ્ત્રોનો 90% હિસ્સો રશિયા અને અમેરિકા પાસે છે. બંને દેશો જૂના શસ્ત્રોને ખતમ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ગયા વર્ષે પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ચિંતાનો વિષય છે કે જૂનાને બદલે આ બંને દેશો નવા પરમાણુ હથિયારો બનાવી રહ્યા છે.

કયા દેશ પાસે હાલમાં કેટલા પરમાણુ શસ્ત્રો છે?

દેશહથિયાર
રશિયા6,375
અમેરિકા5,800
ફ્રાંસ290
બ્રિટન215
ચીન320
પાકિસ્તાન160
ભારત150
ઇઝરાયલ90
ઉત્તર કોરિયા30-40

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *