
news gujarati
ભારત અને ચીનની વચ્ચે જમીન વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. અને રોજ રોજ નેપાળ નવા નક્શા સાથે નવા દાવા કરી રહ્યું છે કે આ જમીન અમારી છે. તેણે ઉત્તરાખંડમાં ત્રણ ભારતીય ક્ષેત્રો પર પોતાની જમીન હોવાનો તો દાવો કર્યો છે હવે તેણે બિહારમાં પણ પૂર્વ ચંપારણ જિલ્લાની જમીન પર પણ પોતાનો દાવો ઠોક્યો છે. એટલું જ નહીં તેણે ઢાકા બ્લૉકમાં લાલ બકૈયા નદી પર તટબંધ નિર્માણનું કામ પણ રોકી દીધું છે. હવે તેને લઇને ડીએમ કપિલ અશોક એ જિયોલોઝિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બિહાર સરકારને જાણકારી આપી આ વિવાદનો ઉકેલ લાવવા માટે અનુરોધ કર્યો છે.
DMએ કહ્યું કે નેપાળી અધિકારીઓએ તટબંધના છેલ્લા ભાગના નિર્માણ પણ આપત્તિ જાહેર કરી છે. અને સીમાનો અંતિમ બિંદુ તેમની પાસે હોવાનો દાવો કર્યો છે. આ પછી તેમણે નેપાળના રૌતહટના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. પણ કોઇ ઉકેલ ના નીકળ્યો. તમને જણાવી દઇએ કે નેપાળે દાવો કર્યો છે કે નિર્માણનો કેટલાક ભાગ પણ તેમના ક્ષેત્રીય અધિકાર છે. અને આ કથિત વિવાદિત સ્થાન મોતિહારી જિલ્લાના મુખ્યાલયથી લગભગ 45 કિમી ઉત્તર પશ્ચિમમાં ઇન્ટરનેશનલ બોર્ડર પર છે. જો કે આ મુદ્દો થોડો સમય પહેલા થયો હતો અને હવે તે પૂર્વ ચંપારણના મામલે જવાબ માંગ્યો તો તેનો ખુલાસો થયો.
બિહારના પાણી સંસાધન વિભાગ બહુ પહેલાથી આ ઘાટનું નિર્માણ કર્યું હતું. અને તે ચોમાસા પહેલા દર વર્ષની જેમ તેમનું રિપેરિંગ કરાવી રહ્યા હતા. પણ નેપાળી અધિકારીઓએ આવીને આ મામલે આપત્તી વ્યક્ત કરતા આ કામને રોકવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આવી પહેલીવાર બન્યું છે જ્યારે આ સ્થાન પર નેપાળે પોતાના ક્ષેત્રીય અધિકારની વાત કરી દાવો કર્યો હોય.
ઉલ્લેખનીય છે કે નેપાળના હિમાલયી ક્ષેત્રથી નીકળતી લાલબકેઇ નદી પૂર્વી ચંપારણ જિલ્લામાં નોન યુનિટ રૂપથી ગુમ થવાના પહેલા બલુઆ ગુબાડી પંચાયતના માધ્યમથી બિહારમાં પ્રવેશે છે. નેપાળની પહાડીઓ પર ભારે વરસાદ પછી આ નદીમાં પૂર આવે છે. માટે આ વિસ્તારના ઘાટનું રિપેરિંગ જરૂરી છે.
તમને જણાવી દઇએ કે નેપાળની સંસદે હાલમાં એક નવા નક્શાને તેમના સંસદમાં પાસ કર્યો છે. જેમાં ઉત્તરાખંડનો લિપુલેખ, કાલાપાની અને લિંપિયાઘુરા વિસ્તારને તેમણે પોતાના અધિકારક્ષેત્ર જણાવ્યા છે. હવે તેમણે મોતિહારીમાં પણ જમીનનો દાવો કર્યો છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.