1 ભાજપના કાર્યકર્તાઓ એ ચીનના વિરોધમાં કોરિયાના ‘કિમ જોંગ’ નું પૂતળું સળગાવ્યું - ન્યુઝ ગુજરાતી

ભાજપના કાર્યકર્તાઓ એ ચીનના વિરોધમાં કોરિયાના ‘કિમ જોંગ’ નું પૂતળું સળગાવ્યું

ભારત ચીનના સીમા વિવાદ માં ૨૦ જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા છે, જેથી દેશ આખામાં ચીનને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. એવામાં પશ્ચિમ બંગાળમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ મજાક ઉડી રહ્યો છે. બંગાળના આસનસોલમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ મોટી ભૂલ કરી દીધી. ચીનના વિરોધમાં આ લોકોએ ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ નું પૂતળું સળગાવી નાખ્યું.

આટલું જ નહીં પરંતુ, ભાજપના કાર્યકર્તાઓને પોતાની આ ભૂલની ભનક પણ ન લાગી. માઇક પર બીજેપી કાર્યકર્તા વીડિયોમાં કહી રહ્યા છે કે, અમે લોકો ચાઈના નો વિરોધ કરી રહ્યા છીએ. ચીનનો જે પ્રધાનમંત્રી કિમ જોંગ છે, અમે તેનું પૂતળું સળગાવીશુ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ચાઇનાના પ્રોડક્ટ વાપરો નહિં અને સ્વદેશી અપનાવો. આપણે ચાઇનાને આર્થિક રીતે કમજોર કરવાની કોશિશ કરીશું. વીડિયોમાં કિમ જોંગ ને ચાઇનાના પ્રધાનમંત્રી ગણાવી રહ્યા છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com