
News Gujarati
એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે કે, સમય કરતાં પહેલાં રસી જાહેર કરવામાં આવી તો ફાયદા કરતાં નુક્સાન વધારે થશે. વર્ષ 1955માં ઓરિજિનલ સાલ્ક પોલિયોની રસી બનાવવા માટે ઉતાવળ કરવામાં આવી હતી. પરંતુ તેનાથી કોઈ સારા પરિણામો મળ્યા ન હતા. મોટા પાયે તૈયાર કરવામાં આવેલી રસીમાં કેટલીક ખામી હોવાથી 70 હજાર બાળકો પોલિયો ગ્રસ્ત બન્યા હતા અને 10 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
એક્સપર્ટ વેક્સીનની અસરકારકતાને લઈને પણ ચિંતિત છે. કોઈ પણ રસી દર્દીની 100% બીમારી સાજી નથી કરી શકતી, જેમકે ફ્લૂની રસી જે લોકોને આપવામાં આવી હતી તેમાંથી કેટલાકને અન્ય બીમારી થઈ શકે છે.
જ્યાં સુધી રસીનું ટેસ્ટિંગ લાખો લોકો પર ન કરવામાં આવે તો ડોક્ટર્સ કહી નથી શકતા કે રસી સુરક્ષિત છે કે કેમ. સામાન્ય રીતે આ પ્રક્રિયા પૂરી થતા વર્ષો લાગી જાય છે. જોકે અત્યારની પરિસ્થિતિ સામાન્ય નથી. તેથી કોરોનાવાઈરસનું ટેસ્ટિંગ મહિનાઓ પર આવી ગયું છે. તેવામાં કોઈક ખામી રહી જવાનું જોખમ વધી જાય છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.