Indiaતાજી ખબરોવિદેશ

અમેરિકાએ ચીનના વધતાં ખતરાને જોતાં ભારત માટે યુરોપમાંથી સૈન્ય ખસેડ્યું

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પોતાના પાડોશી દેશો માટે ખતરો બની ગયું છે અને અમેરિકાની નજર તેના પર છે. માઇક પૉમ્પિયોએ બ્રઝેલ્સ ફોરમમાં કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના વધતાં ખતરાને જોતાં અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

પૉમ્પિયોએ કહ્યું કે “ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કાર્યવાહી ભારત, વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ-ચીની સાગર માટે ખતરો છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો સામનો કરવા માટે તૈયાર રહીએ. અમને લાગે છે કે આ એક પડકાર છે અને અમે જોઈશું કે અમારી તૈયારી પૂરી છે.”

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પોતાના પાડોશી દેશો માટે ખતરો બની ગયું છે અને અમેરિકાની નજર તેના પર છે. ખાસ જગ્યાઓ પર અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે જેથી જ્યાં વધારે જરૂરી છે ત્યાં ખતરાનો સામનો કરી શકાય.અમેરિકાના નિર્ણયમાં તે વિસ્તારો પર પણ નજર છે જ્યાં ચીનનો ખતરો વધ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ભાગીદારો વચ્ચે આને લઈને વાતચીત થાય.”

આ નિર્ણય માટે ટ્રમ્પની ટીકા પણ થઈ રહી છે. તેમના ટીકાકારોનું કહેવું છે કે આનાથી યુરોપમાં રશિયાનો ખતરો વધશે. જોકે પૉમ્પિયો આ તર્ક સાથે સહમત નથી. તેમણે કહ્યું કે લાંબા સમયથી વિશ્વમાં અમેરિકન સેનાની હાજરીને લઈને સમીક્ષા નહોતી થઈ.

પૉમ્પિયોએ કહ્યું, “અલગ અલગ સમયમાં આવા નિર્ણયો લેવામાં આવે છે. આપણે ખતરા અને સંઘર્ષ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. અમારે જોવું પડશે કે કયો ખતરો કેટલો ગંભીર છે અને તેના હિસાબથી અમે પોતાના સંસાધનો વાપરીશું. આ સંસાધન જાસૂસી અંગે હોય કે વાયુસેના કે પછી મરીન્સને લગતા હોઈ શકે છે.”

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 4.77 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *