Indiaતાજી ખબરોવિદેશ

નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું

પાકિસ્તાન, ચીન, નેપાળ, બાંગ્લાદેશ બાદ વધુ એક પાડોશી દેશ ભૂતાને ભારત સાથે અવળચંડાઈ કરવાનું શરૂ કરી દીધું છે. ભૂતાને અસમના બક્સા જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી રોકી રાખ્યું છે.

બક્સા જિલ્લાના 26થી વધારે ગામડાઓના લગભ 6000 ખેડુત સિંચાઈ માટે માનવ નિર્મિત નહેર ડોંગ પરિયોજના પર નિર્ભર છે. વર્ષ 1953 બાદ ખેડૂતો સિંચાઈ માટે ભૂતાનની નદીઓના પાણીનો ઉપયોગ કરતાં આવ્યા છે. જો કે હવે ભૂતાન તરફથી અચાનક પાણી રોકી દેવામાં આવતા ભારતીય ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

છેલ્લા પાંચ દિવસથી બક્સાના ખેડૂતો ભૂતાનના આ પગલા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માંગ છે કે, કેન્દ્ર સરકાર ભૂતાનની સરકાર સામે આ મુદ્દો ઉઠાવે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.

થિંપુમાં ભૂતાન સરકારના સમાચાર પત્રના સંપાદક તેંજિંગ લાંગસાંગે સમગ્ર મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભૂતાને ભારત તરફ જતુ સિંચાઈનું પાણી અટકાવી દીધું છે. દર વર્ષે ભૂતાન આસામમાં જતુ પાણી અટકાવી દે છે જેથી તેઓ સિંચાઈ માટે કેટલું પાણી જમા કરી શકે પરંતુ આ વર્ષે નહેરને સીલ કરી દેવામાં આવી છે.

ભૂતાન સરકારે આ મામલે કહ્યું કે વુહાનમાં ફેલાયેલી મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમણે આ પગલું ઉઠાવ્યું છે. ભૂતાનમાંથી જતું પાણી અટકાવામાં આવ્યું છે જેથી સંક્રમણને ફેલાવથી અટકાવી શકાય.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 4.9 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *