
news gujarati
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેમને 2017 અને 2018માં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો, અને 2018માં આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.”
વિરાટ કોહલીએ પોસ્ટમાં શું લખ્યું?
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ.
વધુમાં લખ્યું કે, વ્હાઈટ કપડાંમાં રમવું એ અંગત અનુભવ હોય છે. શાંત માહોલ, લાંબા દિવસો, નાની-નાની પળ કે, જેને કોઈ જોઈ રહ્યુ નથી હોતું. પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે. હું હવે તેનાથી દૂર થઈ રહ્યો છું. તે સરળ નથી. પરંતુ યોગ્ય છે. મેં ઘણુ બધુ જોયું છે, મને મારી અપેક્ષા કરતાં વધુ મળ્યું છે. દિલથી તમામનો આભાર માની વિદાય લઈ રહ્યો છું.
ભારતીય ટેસ્ટ ટીમ પર અસર
વિરાટની નિવૃત્તિ એવા સમયે આવી છે જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યા છે, અને ચેતેશ્વર પૂજારા તેમજ અજિંક્ય રહાણે ટીમમાં નથી. આવી સ્થિતિમાં, ઈંગ્લેન્ડનો આગામી પ્રવાસ ભારત માટે પડકારજનક હશે. શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, અને યુવા ખેલાડીઓ પર મોટી જવાબદારી રહેશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.