1 અમદાવાદ : એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ - ન્યુઝ ગુજરાતી

અમદાવાદ : એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ

અમદાવાદ શહેર માં આજે હચમચાવી દેતો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં બે પુરુષ અને ચાર બાળકો સામેલ છે. બાળકોની ઉંમર સાત વર્ષથી 12 વર્ષ છે. જ્યારે અન્ય મૃતકોની ઉંમર 42 અને 40 વર્ષ છે. પોલીસે આ મામલે એફએસએલ ની ટીમની મદદ માંગી છે. પ્રાથમિક તપાસ માટે બે સગાભાઈઓ પોતાના ઘરેથી બાળકોનો લૉંગ ડ્રાઇવ પર લઇ જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદમાં તમામના મૃતદેહ એક બંધ મકાનમાંથી મળી આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વટવા અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ 17મી જૂનના બપોરના સમયે તેમના બાળકોને લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા બંનેનાં પત્નીએ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી. બંને ભાઈઓની કોઈ ભાળ ન મળતાં અંતે બીજે દિવસે રાત્રે તેઓ તેમના જૂના મકાન કે જે છ મહિના પહેલા ખાલી કર્યું હતું ત્યાં તપાસ કરવા માટે ગયા હતા.

અહીં તેમની કાર મળી આવતા જ બંને ભાઈઓ બાળકો સાથે અહીં આવ્યા હોવાની આશંકા પ્રબળ બની હતી. ઘરમાં તપાસ કરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તરત જ તેમના પત્નીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને ઘરનો દરવાજો તોડતા બે ભાઈઓ અને ચાર બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com