1 રાજસ્થાન: 13માં પર ભોજન કરાવનારને એક વર્ષની સજા થશે - ન્યુઝ ગુજરાતી

રાજસ્થાન: 13માં પર ભોજન કરાવનારને એક વર્ષની સજા થશે

હવે રાજસ્થાનમાં કારજના જમણવાર પર એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે.

કોઈ વ્યક્તિ કારજનો જમણવાર કરાવે છે અથવા તો તેમાં મદદ કરે છે તો તેની વિરુદ્ધ એક વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ કાયદામાં એક હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. આ સિવાય એક્ટમાં એ પણ જોગવાઈ છે કે કોઈ પણ કારજના જમણવાર માટે પૈસા ઉધાર આપી શકે નહિ. 

સરકારે મૃત્યુ પછી થતા કારજના જમણવારને બંધ કરવા માટે કોઈ નવો કાયદો બનાવ્યો નથી. 1960માં કારજનો જમણવાર ન થાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. પોલીસને આ નિયમનું પાલન કરાવવાનું કહેવામાં આવ્યું છે. કાયદા અંતર્ગત કોઈ પણ મૃત્યુ પછી કારજનો જમણવાર ન કરી શકે. આ સિવાય તેમાં કોઈ સામેલ પણ ન થઈ શકે.આદેશ અનુસાર, કારજના જમણવારની માહિતી ન આપવા પંચ, સરપંચ સિવાય સરકારી એકાઉન્ટન્ટ પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com