1 ગુજરાતનાં 19 સહિત કુલ 244 સ્થળો પર કાલે થશે મોકડ્રિલ, યુદ્ધમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે

ગુજરાતનાં 19 સહિત કુલ 244 સ્થળો પર કાલે થશે મોકડ્રિલ, યુદ્ધમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આવતીકાલે યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 સ્થળે પણ મોકડ્રિલ કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ્સને તેમની સંવેદનશીલતાના આધારે 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કેટેગરી-1 સૌથી સંવેદનશીલ છે અને કેટેગરી-3 ઓછી સંવેદનશીલ છે.

પ્રથમ કેટેગરી : સુરત, વડોદરા, કાકરાપાર
દ્વિતીય કેટેગરી : અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર
તૃતીય કેટેગરી : ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી

મોક ડ્રીલમાં શું કરવામાં આવશે? 

– હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.

– નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.

– મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.

– નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com