1 ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મોક ડ્રિલ સ્થગિત: નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં - ન્યુઝ ગુજરાતી

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મોક ડ્રિલ સ્થગિત: નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આજે ફરી એકવાર મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોક ડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

ઓપરેશન શીલ્ડએક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ

નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ.એ. શેખએ જણાવ્યું છે કે, ‘ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29 મે 2025ના રોજ દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં ‘ઓપરેશન શીલ્ડ’ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાવાની સૂચના આપી હતી. પરંતુ ભારત સરકારના ડી.જી.સી.ડી.ના મેસેજથી ઉપરોક્ત ‘ઓપરેશન શીલ્ડ’ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ વહીવટી કારણોસર હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખો નવેસરથી જાણ કરવામાં આવશે.’

હાલ પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી  ‘ઓપરેશન શિલ્ડ’ મોક ડ્રીલનો આદેશ અપાયો હતો, તેને સ્થગિત કરી દેવાયો છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com