Indiaતાજી ખબરો

વિકાસની ધરપકડના 24 કલાકમાં જ થયેલા એન્કાઉન્ટરમાં ઉભા થયા સવાલ

શુક્રવારે સવારે કાનપુરથી માત્ર 17 કિમી દૂર જ વિકાસ દુબેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. જે રીતે વિકાસ દુબેની ધરપકડ સામે સવાલ ઉભા થયા હતા, તે રીતે તેના એન્કાઉન્ટર સામે પણ સવાલ ઉભા થયા છે.

  • ઉજ્જૈનમાં વિકાસની ધરપકડ સામે પણ સવાલ ઉભા થયા હતા. એક દિવસ પહેલાં એટલે કે બુધવારે બપોરે ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન પ્રભારી અને ચોકી પ્રભારીની ટ્રાન્સફર થઈ હતી. રાત્રે કલેક્ટર અને એસપી મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેનો દાવો છે કે, તેઓ એક મીટિંગ માટે ગયા હતા.
  • ગુરુવારે સવારે વિકાસ દુબે મંદિર પરિસરમાં ફરતો જોવા મળ્યો હતો. અહીં પોલીસની ગાંધીગીરી દેખાઈ હતી. વિકાસ પોતે જ મંદિરની બહાર આવ્યો અને પોલીસવાળા પાછળ ચાલતા હોય તેવુ દેખાતુ હતું. મીડિયા આવ્યું ત્યારે તેને કોલરથી પકડવાનો દેખાવો કરવામાં આવ્યો. કોઈ પોલીસવાળાના હાથમાં દંડો શુદ્ધા નહતો. મંદિરની અંદર વિકાસના ફોટો-વીડિયો કોણે બનાવ્યા તે કોઈને નથી ખબર.
  • પહેલાં ચર્ચા હતી કે વિકાસને ચાર્ટડ પ્લેન દ્વારા ઉજ્જૈનથી ઈન્દોર અને ત્યાંથી યુપી લાવવામાં આવશે. પરંતુ ગુરુવારે સાંજે અચાનક કહેવામાં આવ્યું કે તેને બાય રોડ જ લાવવામાં આવશે અને તેને લેવા માટે યુપી STFની ટીમ આવી રહી છે.
  • વિકાસને જ્યારે ઝાંસીમાં એમપી પોલીસે યુપી પોલીસના હવાલે કર્યો ત્યારે ત્યાં 10 ગાડીઓ તૈયાર હતી. તેમાં એક ગાડીમાં વિકાસને બેસાડવામાં આવ્યો. બાકીની ગાડીઓ આગળ-પાછળ હતી. મીડિયા પણ આ ગાડીઓનો પીછો કરી રહી હતી. આ સંપૂર્ણ કાફલામાં એક્સિડન્ટ માત્ર તે ગાડીનો થયો જેમાં વિકાસ બેઠેલો હતો.
  • આરોપ છે કે, કાફલા સાથે જતી મીડિયા ગાડીઓને રોકવા માટે વચ્ચે અચાનક ચેક પોસ્ટ લગાવી દેવામાં આવી હતી. આ કારણથી મીડિયાની ગાડીઓ પાછળ રહી ગઈ હતી. 
  • જેના પર 60થી વધારે કેસ હોય, જેણે 8 પોલીસની હત્યા કરી હોય તેને ગાડીમાં કેમ હાથકડી કેમ નહતી પહેરાવી? 

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજ્ય સિંહે કહ્યું- જેની શંકા હતી, તે જ થયું. વિકાસ દુબેના કયા કયા રાજકીય લોકો, પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક હતો, હવે તે કોઈ માહિતી મળી નહીં શકે. દરેક એન્કાઉન્ટરની પેટર્ન એક જેવી જ કેમ? ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રસપ્રદ ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું- હકીકતમાં કાર નથી પલટી, રહસ્યો ખુલતા સરકાર પલટતા બચાવવામાં આવી છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *