1 અભિનેત્રી હારી કેન્સર સામેનો જંગ, મૃત્યુ પહેલા લખ્યું- 'ડેથ બેડ પર છું' - ન્યુઝ ગુજરાતી

અભિનેત્રી હારી કેન્સર સામેનો જંગ, મૃત્યુ પહેલા લખ્યું- ‘ડેથ બેડ પર છું’

કેન્સર સામેની લડાઈમાં અભિનેત્રી દિવ્યા ચોક્સે હારી ગઈ અને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિવ્યા છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી અને રવિવારે માત્ર 28 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. મૃત્યુ પહેલા દિવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામની અંતિમ પોસ્ટમાં પોતે ડેથ બેડ પર હોવાનું લખ્યું હતું.

2016ના વર્ષમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘હે અપના દિલ તો આવારા’ અભિનેત્રી દિવ્યાની પ્રથમ ફિલ્મ હતી. ડિરેક્ટર મંજોય મુખર્જીએ જણાવ્યું કે, ‘તેણી છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝુમી રહી હતી પરંતુ કેટલાક મહીનાઓ બાદ કેન્સરે ફરી ઉથલો માર્યો અને આ વખતે તે બહાર ન આવી શકી. આજે સવારે ભોપાલ ખાતે તેનું અવસાન થયું.’

TMconsultant.in

દિવ્યા ચોક્સેએ મૃત્યુ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્ટોરી પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો હતો અને પોતે આ દુનિયા છોડીને જઈ રહી છે તેમ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘હું જે કહેવા માંગુ છું તે શબ્દ દ્વારા વ્યક્ત નહીં થઈ શકે. પરંતુ મને અનેક મહીનાઓથી અનેક મેસેજ મળી રહ્યા છે તો સમય આવી ગયો છે કે હું તમને સૌને જણાવી દઉં કે હું મૃત્યુશૈયા પર છું. ખરાબ વસ્તુઓ બનતી રહે છે. હું ખૂબ જ તાકાતવાન છું. કાશ.. આગામી જન્મ મુશ્કેલી વગરનો હોય. પ્લીઝ સવાલ ન પુછતા. બસ મારો ભગવાન જાણે છે કે હું તમને બધાને કેટલો પ્રેમ કરૂં છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com