ક્રિકેટગુજરાતતાજી ખબરોરમત ગમત

ભારતીય ક્રિકેટ ટીમ 1 વર્ષમાં 63 મેચ રમશે, કોની-કોની સામે રમશે? જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2017 ખુબ સારુ રહ્યું જેમાં તેમને કુલ 37 આંતરાષ્ટ્રીય મેચ જીતી. હવે વારો છે 2018નો આ વર્ષે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ છે. વર્ષ ભારતીય ટીમને કુલ 30 વનડે મેચ રમવાની છે, જોકે, ઓલફોર્મટની વાત કરીએ તો કુલ 63 ઇન્ટરનેશનલ મેચો રમશે, જેમાં 12 ટેસ્ટ અને અન્ય 21 ઇન્ટનેશનલ મેચ સામેલ છે. અહીં ભારતીય ટીમની 2018ની પુરેપુરી સફરની રૂપરેખા આપવામાં આવી છે.આઇપીએલ બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇન્ટરનેશનલ મેચોની સફરની શરૂઆત જૂન મહિનાથી કરશે, ભારત સૌથી પહેલા આયરલેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 સીરીઝમાં રમશેબાદમાં ટીમ ઇન્ડિયા જૂન મહિનામાં દક્ષિણ ભારતના બેંગલુરૂમાં માત્ર ઐતિહાસિક ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની યજમાની કરશે. તે પછી જુલાઈ-સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડના અઢી મહિનાના પ્રવાસે જશે

આ સમય દરમિયાન ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 આંતરરાષ્ટ્રીય વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. જ્યારે એશિયા કપમાં અંદાજે નવ વન-ડે મેચ રમાશે. જોકે, તેની તારીખ અને સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથીઉપરાંત ચાલુ વર્ષેના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. વેસ્ટઈન્ડિઝની સામે ભારતીય ટીમ 2 ટેસ્ટ, 5 વન-ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશેવેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાની ટૂરમાં જશે, ત્યાં ભારતીય ટીમ 4 ટેસ્ટ, 3 વન-ડે અને 3 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમવાની છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ નહીં રમવાનો નીતિગત નિર્ણય કર્યો છે, કારણકે ભારતીય સમય મુજબ સવારે સાડા ત્રણ વાગે ટેસ્ટ મેચ રમવુ વિશ્વના ધનવાન ક્રિકેટ બોર્ડ માટે વ્યવસાયિક રીતે વ્યવહારિક નથીન્યૂઝીલેન્ડનો પ્રવાસ જાન્યુઆરી મહિનાના મધ્યથી ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી ચાલશે. જેમાં 5 વન-ડે અને 5 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમાશે.ફેબ્રુઆરી મહિનાના બીજા અડધા ભાગમાં ઓસ્ટ્રેલિયન ટીમ વન-ડે શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. જેમાં 5 વન-ડે અને 2 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમશે. તો ભારતીય ટીમની વર્ષ 2018-19ની સિઝન ઝીમ્બાબ્વેની સાથે ત્રણ મેચોની ટી-20 શ્રેણી સાથે પૂર્ણ થશે. આ રીતે ભારતીય ટીમ 2018-19ના વર્ષે કુલ 63 ઇન્ટરનેશનલ મેચો રમશે.

 

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *