ક્રિકેટરમત ગમત

લોકેશ રાહુલે IPLના ઇતિહાસની ફટકારી સૌથી ઝડપી અડધી સદી, બનાવ્યો રેકોર્ડ

IPL 2018ની બીજી મેચ કિંગ્સ ઇલવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના પ્લેયર લોકેશ રાહુલ આક્રમક રમત રમતા એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. લોકેશ રાહુલે IPLના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. રાહુલે 14 બોલમાં જ 50 રન પૂર્ણ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે કિંગ્સ ઇલેવન પંજાબે રાહુલને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

લોકેશ રાહુલે ફટકારી સૌથી ઝડપી અડધી સદી

લોકેશ રાહુલે દિલ્હી ડેરડેવિલ્સના બોલરોની ચારે તરફ ધોલાઇ કરી હતી. લોકેશ રાહુલ 16 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેને 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. રાહુલે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે જ તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કોલકાતા નાઇટ રાઇડર્સના સુનીલ નારાયણ તેમજ યૂસુફ પઠાણના નામે હતો. આ બન્નેએ 15 બોલમાં IPLમાં અડધી સદી ફટકારી હતી.

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *