તાજી ખબરોવિદેશ

જ્યારે પહેલી વખત યુદ્ધના સમયે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરાયો

હિરોશિમા અને નાગાસાકીની કહાની

6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતા. જેના ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીંક્યો. જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી. સાથે જ હુમલા પછી ઘણા લોકો રેડિયોએક્ટિવ ‘રાખના વરસાદ’ના સંકજામાં પણ આવી ગયા હતા.

1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધના ખતમ થતા થતા જાપાન અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે જાપાનની સેનાએ ઈસ્ટ-ઈન્ડીઝના ક્રુડ-સમુદ્ધ ક્ષેત્ર પર કબજો કરવાના ઈરાદાથી ઈન્ડો-ચાઈનાને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. એટલા માટે અમેરિકન રાષ્ટ્રપતિ હૈરી ટ્રૂમેને આત્મસમર્પણ માટે જાપાન પર પરમાણુ હુમલો કર્યો હતો.

હૈરી એસ ટ્રૂમેન એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેમણે ચેતવણી આપી હતી કે, જાપાન કાંતો સમર્પણ કરે અથવા તાત્કાલિક અને પુરી રીતે વિનાશ માટે તૈયાર થઈ જાય. અમે જાપાનના કોણ પણ શહેરને હવાથી ખતમ કરવા માટે સક્ષમ છીએ. 26 જૂલાઈએ જર્મનીમાં પોટ્સડૈમની જાહેરાત થઈ હતી, જેમાં જાપાનને આત્મસમર્પણ માટે ચેતવણી આપવામાં આવી હતી.

એક ઈતિહાસકાર ગર અલ્પરોનવિત્જે 1965માં તેના એક પુસ્તકમાં તર્ક આપ્યું હતું કે જાપાની શહેરો પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો જેથી યુદ્ધ પછી સોવિયત સંઘ સાથે રાજકીય સોદાબાજી માટે મજબૂત સ્થિતિ હાંસિલ થઈ શકે.
જો કે, પરમાણુ હુમલાના તરત પછી 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને કોઈ પણ પ્રકારની શરત વગર આત્મસમર્પણ કરી દીધું હતું.

6 ઓગસ્ટે સવારે 8.15 વાગ્યે અમેરિકાના ઈનોલા ગે વિમાને હિરોશિમા પર પહેલો પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો. એ વખતે તાપમાન 10 લાખ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ થઈ ગયું હતું. લગભગ 10 કિમી સુધી બધુ બળીને ખાખ થઈ ગયું હતું. હવાની ગતિ પણ વધી ગઈ હતી. વિસ્ફોટ અને થર્મલ કિરણોથી બિલ્ડીંગના ટુકડા ટુકડા થઈ ગયા હતા. હિરોશિમાની વસ્તી એ વખતે લગભગ 3 લાખ 50 હજાર હતી. જેમાં 43 હજાર જાપાની સૈનિકો હતા. લિટલ બોયના નામે ઓળખાતા યૂરેનિયમ હથિયારને જ્યારે હિરોશિમામાં ફેંકવામાં આવ્યો, ત્યારે તે 1,850 ફુટની ઊંચાઈએ ફુટ્યો હતો. તેની ક્ષમતા 12.5 કિલોટન TNT બરાબર હતી.

ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે 11 વાગ્યે (લોકલ ટાઈમ) નાગાસાકી પર બીજો પરમાણુ હુમલો કરાયો. તેની વસ્તી એ વખતે લગભગ 2 લાખ 70 હજાર હતી. સાથે જ નાગાસાકી પર ‘ફેટમેન’પ્લૂટોનિયમ બોમ્બ ઝીંકાયો હતો ત્યારે 22 કિલોટન TNT જેવો વિસ્ફોટ થયો. આ હુમલામાં 40,000 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *