
News Gujarati
પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સીરિઝ માટે રવાના થવાના હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. પીસીબીના જણાવ્યા મુજબ, ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.
ત્રણેય ક્રિકેટરોને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે જણાવ્યું છે કે, પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થાય તે પહેલા રાવલપિંડીમાં ખેલાડીઓનો કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
બોર્ડે જણાવ્યું હતું કે, પીસીબીની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં છે જેમને સેલ્ફ આઈસોલેશનની સલાહ આપવામાં આવી છે. અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.