Indiaતાજી ખબરોવિદેશ

ભારત-ચીન એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ)

એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરતી 740 કિલોમીટર લાંબી સીમારેખા છે. પરંતુ આ વાતો એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ) એટલે ભારત અને ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લાગુ થતી નથી.

એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ), એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) ની તુલનામાં પાંચ ગણી મોટી સીમારેખા છે. 3488 કિલોમીટર લાંબી આ સીમારેખા ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી પસાર થાય છે. તેમ છતાં તેના વિશે લોકોને બહુ જાણકારી નથી. જોકે વાસ્તવિકતા એ છે કે આ કોઈ સીમારેખા પણ નથી. હકીકતમાં આ વિસ્તારમાં ભારત અને ચીનની પોતપોતાની લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે.

ભારતના ગૃહમંત્રાલયે 2004થી એલએસીની દેખરેખની જવાબદારી ઇન્ડો તિબેટિયન બૉર્ડન ફોર્સ એટલે કે ભારત-તિબેટ સીમાસુરક્ષાબળ (આઈટીબીપી)ને સોંપી. આ અગાઉ આઈટીબીપીની મદદ આસામ રાઇફલ્સના જવાન પણ કરતા હતા. જોકે આઈટીબીપીની રચના ભારત-ચીનના યુદ્ધ દરમિયાન જ 24 ઑક્ટોબર, 1962માં થઈ હતી.

ભારત સરકારના ગૃહમંત્રાલયના 2018-19ના વાર્ષિક રિપોર્ટ (2019-20નો વાર્ષિક રિપોર્ટ ઉપલબ્ધ નથી) અનુસાર, ભારત-ચીનની સીમાની દેખરેખ માટે આઈટીબીપીની 32 બટાલિયન તહેનાત છે. પ્રત્યેક બટાલિયનમાં કમસે કમ એક હજાર જવાન મોજૂદ હશે. એટલે કે પ્રત્યેક બટાલિયન પર 110 કિલોમીટરની સીમાસુરક્ષાની જવાબદારી છે. આ સીમા દુનિયાના સૌથી જોખમીભર્યા વિસ્તારમાં પસાર થાય છે, 9000 ફૂટથી લઈને 18750 ફૂટની ઊંચાઈ પર દુર્ગમ પર્વત અને જંગલોનો વિસ્તાર છે. ભારતના ગૃહમંત્રાલયના 2018-19ના રિપોર્ટ અનુસાર, 3488 કિલોમીટર લાંબી સીમા પર 178 બૉર્ડર પોસ્ટ છે, એટલે કે બે પોસ્ટ વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે.

ચીનના સૈનિકો પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે તેઓ આખી કમાન્ડને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર 12 કલાકમાં ટ્રેનલાઇનથી તહેનાત કરી શકે છે. તેઓએ તેમનાં ઉપકરણો વિકસિત કરી લીધાં છે, જરૂર પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કર્યું છે. તેમની સીમા પર એવા રસ્તા છે જ્યાં જેટ વિમાન ઊતરી શકે છે. તેમની ટ્રેન અને હવાઈપટ્ટી વર્ષો સુધી સેવામાં રહે છે. લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ વિસ્તારમાં અવરજવર કે ગતિવિધિઓ મામલે ચીનના મુકાબલે આપણે કમજોર છીએ.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *