1 1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો - ન્યુઝ ગુજરાતી

1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

ગલવાન એરિયામાં ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. 1962માં પણ ગલવાન એરિયા ચર્ચામાં હતો. તે સમયે પણ ચીની સૈનિક ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન ચર્ચામાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં સમાચાર હતા. પરંતુ આ સમાચાર છપાયાનાં કેટલાક મહિના બાદ ભારત-ચીન વચ્ચે 1962નું યુદ્ધ શરૂ થઈ ગયું. ચીને ગલવાન પોસ્ટ પર હુમલો કર્યો જેમાં ભારતનાં 33 જવાનો શહીદ થયા. ત્યારે પણ ગલવાન હતુ અને આજે પણ આ જ વિસ્તાર છે.

1962થી પહેલા ચીને આખા અક્સાઈ ચીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો અને ત્યારબાદ ચીને પોતાનો વેસ્ટર્ન હાઈવે બનાવવાનું શરૂ કર્યું હતુ. ચીને આ દરમિયાન ગલવાનમાં પણ અતિક્રમણ શરૂ કરી દીધું હતુ. તે સમયે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ નહોતી. આ પહેલા ચીને ગલવાન પર ભારતનાં દાવાને માની લીધો હતો, પરંતુ પછી ફરી ગયું. 20 ઑક્ટોબર 1962નાં જ્યારે ભારત-ચીન યુદ્ધની શરૂઆત થઈ તો આ ગલવાનથી જ થઈ.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com