ક્રિકેટરમત ગમત

દીકરીઓનો દબદબો: ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો

ભારત માટે ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમમાં બીજા દિવસે પણ સારી શરુઆત રહી છે. મહિલાઓની 53 કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં મણિપુરની સંજીતા ચાનુએ કોમનવેલ્થમાં નવો રેકોર્ડ બનાવ્યાની સાથે ભારતને આ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સતત 81, 82 અને 84 કિલોગ્રામ વજન ઉઠાવીને કોમનવેલ્થમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પછી ક્લીન એન્ડ જર્કમાં ચાનુએ 104, 108, 112 કિલોગ્રામ ઉઠાવીને નવો કિર્તિમાન બનાવ્યો. ભારતમાં કુલ 192 કિલોગ્રામ ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
સંજીતાના દબદબાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બીજા નંબર પર રહેલી પપુઆ ન્યુ ગિનીની સ્પર્ધક લોઆ ડિકા તોઉ તેનાથી 10 કિલોગ્રામ પાછળ રહી, ડિકાએ 182 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. જ્યારે ત્રીજા નંબર રહેલી કેનેડાની રિચેલ બેજીનેટે 181 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. સંજીતાએ ચાર વર્ષ પહેલા ગ્લાસ્ગોમાં ૪૮ કિલોની કેટેગરીમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વખતે તેણે ૫૩ કિલો કેટેગરીમાં ભાગ લીધો હતો. 2018ની કોમનવેલ્થ ગેમમાં ભારતે હવે ત્રણ મેડલ જીતી લીધી છે અને ત્રણે મેડલ વેઈટલિફ્ટિંગમાં મેળવ્યા છે. આ જીતની સાથે ભારત બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે.

User Rating: Be the first one !
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *