તાજી ખબરોશીક્ષણ

Jio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ

પોતાના યૂઝર્સ માટે હંમેશા એકથી એક દમદાર ઓફર રજૂ કરનારા રિલાયન્સ જીયો (Reliance Jio)એ આ વખતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઓફર લાવ્યું છે. કંપનીની તરફથી જીયો ક્રિકેટ પ્લે અલોગ (Jio Cricket Play Along)  લાઇવ મોબાઇલ ગેમ શરૂ કરવામાં આવી છે. જો તણે પણ આમા ભાગ લેશે તો કરોડોનું ઈનામ જીતી શકો છો. આ સાથે જ કંપનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને ધ્યાનમાં રાખીને કોમેડી શોની જાહેરાત કરી છે. આ માટે કંપનીએ ખાસ પેક જારી કર્યું છે. જેમાં 251 રૂપિયામાં 51 દિવસ સુધી જીયોટીવી પર લાઇવ મેચ જોઈ શકશો. આ પેકમાં 102 જીબી ડેટા છે.

માયજીયો પર આવશે કોમેડી શો
ક્રિકેટ કોમેડી શો જીયો ધન ધના ધન લાઇવ માયજીયો એપ પર જ દેખાશે. આ સો જીયો અને અન્ય ગ્રાહકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ હશે. તેની શરૂઆત 7 એપ્રિલ સાંજે 7.30 કલાકે થશે. લાઇવ એપિસોડ શુક્રવાર, શનિવાર અને રવિવારે આવશે. આ શોને સુનીલ ગ્રોવર અને સમીર કોચર લીડ કરશે. તેમાં જાણીતી હસ્તિઓ પણ ભાગ લેશે.

શોમાં આ સેલેબ્રિટી લેશે ભાગ
કોમેડી શોમાં કોમેડિયન અને એન્કર શિલ્પા શિંદે, અલી અસગર, સુગંધા મિશ્રા, સુરેશ મેનન, શિબાની ડાંડેકર અને અર્ચના વિજય ભાગ લેશે. આ સિવાય ક્રિકેટર કપિલ દેવ અને વીરેન્દ્ર સહેવાગ પણ શોનો ભાગ હશે. આ શોમાં તમને પ્રો એલબીડબલ્યૂ (લલ્લૂ બલ્લે વાલા) પણ જોવા મળશે.

આ હશે ઈનામ
આ માટે તમારે પહેલા મોબાઇલમાં માય જીયો એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેને કોઈપણ સ્માર્ટફોન યૂઝર રમી શકે છે. 11 ભારતીય ભાષામાં ચાલનારી આ ક્રિકેટ ગેમમાં 7 સપ્તાહમાં 60 મેચ હશે. કંપની તરફતી કહેવામાં આવ્યું કે,જીઓ cricket Play Alongના વિજેતાને મુંબઈમાં મકાન, 25 કાર અને કરોડો રૂપિયાના રોકડ ઈનામ મળશે

 

User Rating: 3.23 ( 3 votes)
Tags
Show More

Related Articles

1 thought on “Jio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *