Indiaઅમદાવાદગુજરાતતાજી ખબરોરાજકોટવડોદરાસુરત

“ટ્યૂબલેસ ટાયર” વાળી કાર કે બાઇકમા પંકચરના નામે આ રીતે થાય છે છેતરપિંડી

હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સાદા ટાયર થી કંટાળી ગયા છે પણ તેમણે ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી તમારી પાસે રુપિયા પડાવવાનો ખેલ પણ મોટા પાયે ચાલી રહ્યો છે. શક્ય છે કે, તમે એકાદવાર તેનો ભોગ પણ બની ચૂક્યા હશો.

આજે બધા પેટ્રોલ પંપ પર ટાયર્સ માં એર ફિલિંગ ની સુવિધા ઉપલબ્ધ છે એટ્લે પ્રેશર ચેક કરાવતા હોઈએ છીએ. જોકે, કેટલીકવાર ટાયરનું પ્રેશર ચેક કરીને હવા ભરનારો વ્યક્તિ કોઈ એક ટાયરમાં પ્રેશર ઓછું છે તેમ કહી પંકચર કરવું પડશે તેમ કહે છે. આવા સમયે તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જાઓ છો કે, કાલ સુધી તો બધુ બરાબર હતું, આજે અચાનક શું થઈ ગયું?

કેટલાક પેટ્રોલપંપો પર અને ખાસ તો હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટાયરમાં હવા ઓછી છે તેવું કહી ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાનો ખેલ ચાલે છે. એકાદ ટાયરમાં જો હવા થોડી ઓછી પણ હોય તો પણ આ લોકો તેમાં એક ટેકનિકથી તમને ચાર-પાંચ પંકચર બતાવે છે.

તમને જાણીએ નવાઈ લાગશે કે આ લોકો ખુલ્લે આમ છેતરપિંડી કરે છે. જેમાં તેઓ કારના ટાયરમાં પંકચર ચેક કરતા-કરતા જ બારીક કાણા પાડી દે છે. અને પછી તેમાંથી હવાના પરપોટા બહાર નીકળવા લાગે ત્યારે ટાયરમાં આટલા પંકચર છે તેમ કહીને તેઓ તમારી પાસેથી સારા એવા રુપિયા પડાવી લે છે.

જો તમે પણ ક્યારે તમારી બાઇક કે કાર માં પંકચર કરાવ્યુ હોય તો તમને ખબર હશે કે આ લોકો એક પંકચર ના 100 રુપિયા પડાવે છે, અને જો તમારી પાસે ગાડી હોય અને તમે આવી સ્થિતિમાં મૂકાઓ તો ચાર પાંચ પંકચર એક સાથે જ તમને બતાવીને તમારી પાસેથી 400-500 રુપિયા પંકચર બનાવનારો આરામથી પડાવી લે છે, અને આગળ જઈને હેરાન ન થવાય તે ડરથી તમે તેને મો માગ્યા પૈસા આપી પણ દો છો.

ઘણા લોકો ની ટેવ હોય છે કે કારમાં એર ફિલિંગ ના સમયે તે કાર ની અંદર બેસી રહે છે. તેના બદલે કારની બહાર નીકળો, અને તમારી હાજરીમાં પ્રેશર ચેક કરાવો. જો કોઈ ટાયરમાં પ્રેશર બીજા ટાયર્સ કરતા ઓછું હોય અને તમને તેમાં પંકચર છે તેમ કહેવામાં આવે તો પેટ્રોલ પંપ પર પંકચર કરાવવાને બદલે કોઈ ટાયર કંપનીના શોરુમ પર અને શક્ય હોય તો તમારું ટાયર જે કંપનીનું છે તેના ઓર્થોરાઈઝ્ડ શોરુમ પર જ જાઓ.

ઘણી વાર તમે કાર લઈને નીકળ્યા હોય અને જો ટાયર માં હવા ઓછિ લાગે તો ચિંતા કરવાની કોઈ જરુર નથી. તમે તેમાં પૂરી હવા ભરાવીને તેને આરામથી ડ્રાઈવ કરી શકો છો. ત્યાં સુધી કે જો તમારી કારના ટ્યૂબલેસ ટાયરમાં ખિલ્લી પણ ઘૂસી જાય તો પણ તમે તેને હવા ભરાવ્યા બાદ પંકચરની દુકાન સુધી આરામથી લઈ જઈ શકો છો. માટે, પેટ્રોલપંપ પર પંકચરવાળો તમને હવા ઓછી છે તેમ કહી ડરાવે તો પણ તેને ત્યાં પંકચર કરાવવાનું ટાળો.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

User Rating: 5 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *