તાજી ખબરોબીઝનેસવિદેશ

અમેરિકાને મ્હાત આપી ચીન બની રહ્યું છે સૌથી મોટું સુપરપાવર

2015માં ચીનની સરકારે 10 વર્ષનું એક વીઝન નક્કી કર્યું હતું. જેનો હેતુ હતો ચીનને ઉદ્યોગ અને ટેકનૉલૉજી ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવું. ચીન ખુલ્લી રીતે કહી ચૂક્યું છે કે તેઓ સસ્તા જૂતાં, કપડાં અને રમકડાં સપ્લાય કરનાર દેશ તરીકેની પોતાની છાપને બદલવા માગે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ચીનને સાયબર પાવર બનાવવા માગે છે.

ચીનના માર્કેટમાં ઘૂસવા માટે કોઈ વિદેશી કંપનીને લોકલ કંપની સાથે જોડાવું જ પડે છે. તે સિવાય ચીન પોતાની રણનીતિ અંતર્ગત વિદેશી કંપનીઓને ખરીદે પણ છે. તે સિવાય ચીનના ઘણાં કાયદા છે જે ટેકનૉલૉજિકલ કંપનીઓને કાયમી રહેવા માટે મજબૂર કરે છે. ચીનની સ્ટાર્ટ અપ કંપનીઓને ટૅક્સમાં છૂટ મળે છે, સરકારી કૉન્ટ્રૅક્ટ મળે છે, ઑફિસ માટે જગ્યા મળે છે. ચીનને પાસે ડેટાનો અને સસ્તા મજૂરોનો ફાયદો મળે છે વળી ચીન આખી દુનિયા માટે એક મહત્તવપૂર્ણ સપ્લાય ચેઇન પણ છે.

અમેરિકા અને ચીન વચ્ચે સુપરપાવર બનવાની હોડ લાગેલી રહે છે પરંતુ સુપરપાવર બનવાનો એક ખાસ રસ્તો છે, જેના પર ચીન ચાલી રહ્યું છે અને તે છે ટેકનૉલૉજી. માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ નહીં, અવાજ અને ચહેરો ઓળખવાની ટેકનૉલૉજી, રોબોટિક્સ ક્ષેત્રમાં પણ ચીન દુનિયામાં ટોપ પર છે. એવું લાગે છે કે આવનારા સમયમાં ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સૌથી મોટું સુપરપાવર બની શકે છે.

ચીનમાં એપલ, જીએમ, વૉક્સવેગન અને ટોયોટા જેવી કંપનીઓ પોતાની ફેક્ટરીઓ અને રિસર્ચ સેન્ટરો ચલાવી રહી છે. ચીને પોતાનું સ્વદેશી વિમાન પણ બનાવી લીધુ છે અને 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી પહેલી બુલેટ ટ્રેન પણ બનાવી ચૂક્યું છે જેનુ મોડેલ હવે નિકાસ માટે તૈયાર છે.

ચીન પોતાની સેનામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હથિયારોના ઉપયોગથી દૂર બેસીને જ યુદ્ધને કંટ્રોલ કરી શકે છે. ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરતી મિસાઇલોને વિકસાવી રહ્યું છે, જે ટાર્ગેટની ભાળ મેળવીને કોઈ પણ માનવીય મદદ વગર તેના પર હુમલો કરી શકે છે.

ચીનની સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે 2007થી ચીન એક એવું સૉફ્ટવેર વિકસિત કરી રહ્યું છે જે યુદ્ધ મેદાનમાં ઝડપથી સટીક નિર્ણયો લેવામાં મદદરૂપ સાબિત થશે. ચીન દુનિયાભરમાં ડ્રોનના એક મુખ્ય સપ્લાયર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. ધ ઇકોનૉમિસ્ટ પ્રમાણે ચીને છેલ્લાં 20 વર્ષોમાં કોઈ પણ દેશથી વધારે ઝડપથી ન્યૂક્લિયર ન્યુક્લિઅર પ્લાન્ટ પણ બનાવ્યા છે. ચીનમાં 43 જીગાવૉટ કેપેસિટિના ન્યુક્લિઅર પ્લાન્ટ છે અને તે માત્ર અમેરિકા અને ફ્રાન્સથી જ પાછળ છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *