તાજી ખબરોલાઈફસ્ટાઈલ

ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે કે દેશમાં મૃત્યુ થવાના મુખ્ય પાંચ કારણોમાં કિડનીની બિમારી પણ સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે આપણા દેશમાં મહિલાઓ કિડનીની બિમારીથી છૂટકારો મેળવવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. કારણ કે મોટાભાગે ઘરમાં રસોઇ કરવાની જવાબદારી મહિલાઓની હોય છે, એટલા માટે તે સરળતાથી ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રણમાં લાવી શકે છે.

કિડનીના કામકાજમાં પરેશાની હાઇ બ્લડ પ્રેશરને કારણે આવે છે અને ભોજનમાં મીઠાનું પ્રમાણ સીધું બ્લડ પ્રેશર સાથે સંકળાયેલું છે.    ડૉક્ટરનું કહેવું છે, વધારે પ્રમાણમાં મીઠાના સેવનથી હાઇ બ્લડ પ્રેશર થઇ શકે છે, પરંતુ તમે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. તમે સરળતાથી મીઠાનું પ્રમાણ ઓછું કરીને કિડની ફેલ થતા બચાવી શકો છો.

User Rating: 5 ( 4 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *